Sunday, April 29, 2018

Free free HOW to Connect two Tv using single dish tv enjoy free of cost channels

ગેજેટ ડેસ્કઃ ઘણા લોકો ડ્રોઇંગ રૂમ અને બેડરૂમમાં એમ ઘરમાં એક કરતાં વધુ ટીવી રાખતા હોય છે. અલગ-અલગ ટીવીમાં ચેનલ જોવા માટે અલગ-અલગ DTH કનેક્શનની જરૂર પડતી હોય છે, અર્થાત્ બે ટીવીમાં ચેનલ જોવા માટે તેટલા ડીટીએચ કનેક્શનની જરૂર પડે, પરિણામે ડીટીએચ માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. ટાટા સ્કાય, વીડિયોકોન DTH, ડિશ ટીવી, એરટેલ ડીટુએચ જેવી કંપનીઓના પ્લાન 200 રૂપિયાથી શરૂ થઇને 500 રૂપિયા સુધી જતા હોય છે. અર્થાત્ તમારા ઘરમાં બે ટીવી હોય તો 500 રૂપિયાથી 700 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. જો કે, એક ટ્રિક એવી પણ છે, જેના દ્વારા તમે એક જ DTH કનેક્શનથી 2 ટીવી ચલાવી શકો છો.
એક્સ્ટ્રા સેટટોપ બોક્સની જરૂર પડશેઃ જો તમારે એક જ ડીટીએચ કનેક્શનથી બે અલગ-અલગ ટીવીમાં ચેનલ્સ જોવી હશે તો તમારે એક્સ્ટ્રા સેટટોપ બોક્સની જરૂર પડશે. કારણ કે, એક સેટટોપ બોક્સથી એક જ ટીવીમાં ચેનલમાં ચેન્જ કરી શકો છો. આથી બે ટીવી માટે બે સેટટોપ બોક્સની જરૂર પડે. તમામ બોક્સમાં LNB ઇન પોર્ટ હોય છે. આપણે એક સેટટોપ બોક્સ એવું જોઇશે જેમાં LNB આઉટ પોર્ટ આપ્યો હોય. જે બોક્સમાં આ પોર્ટ નહીં હોય તો ટીવી નહીં ચાલે.
તમારી પાસે બે સેટટોપ બોક્સ હોવા જોઇએ, જેમાંથી એક MPEG-4 અને બીજું MPEG-2 સેટટોપ બોક્સ હોય. MPEG-2 સેટટોપ બોક્સમાં LNB ઇન અને LNB આઉટ બંને પોર્ટ હોય છે. DTHના મેઇન કેબલને આ સેટટોપ બોક્સના ઇન પોર્ટમાં લગાવો. જ્યારે LNB આઉટ પોર્ટથી બીજા કેબલનું કનેક્શન MPEG-4ના LNBમાં લગાવો. MPEG-4 બોક્સ તમારે બીજા રૂમમાં રાખવાનું રહેશે. હવે જ્યારે તમે બંને બોક્સ પર અલગ-અલગ ચેનલ્સ જોઇ શકો છો. 

0 comments:

Post a Comment