Tuesday, May 8, 2018

અનેક ગુણોથી ભરપૂર દૂધીની બનાવો ખીચડી, નહીં ખાધી હોય પહેંલાં

અનેક ગુણોથી ભરપૂર દૂધીની બનાવો ખીચડી, નહીં ખાધી હોય પહેંલાં


નાનાં-મોટાં ખાશે હોંશે-હોંશે, બહુ ટેસ્ટી+હેલ્ધી બનશે દૂધીની ખીચડી


દૂધીની ખીચડી
સામગ્રી:
૨૫૦-૩૦૦ ગ્રામ દૂધી
૨-૩ ટેબલ સ્પૂન ઘી
૭-૮ લીલાં મરચાં
૮-૧૦ લીમડાનાં પાન
૧/૨ થી ૧ ટેબલ સ્પૂન આખું જીરું
૨-૩ ચમચી ખાંડ
શેકેલા સીંગદાણા
લીંબુનો રસ
સ્વાદ અનુસાર મીઠું
અનેક ગુણોથી ભરપૂર દૂધીની બનાવો ખીચડી, નહીં ખાધી હોય પહેંલાં
રીત:

સૌપ્રથમ એક ડિશમાં દૂધી ખમણી લો. હવે એક કડાઇમાં ઘી નાખી ગરમ થાય એટલે જીરું નાખો. જીરું લાલ થાય એટલે તેમાં સમારેલાં લીલાં મરચાં અને મીઠો લીમડો નાખો.

હવે દૂધીમાંથી પાણી કાઢી કડાઇમાં નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી ચડવા દો. ત્યારબાદ થોડું આદુ નાખી હલાવી લો. દૂધી ચડી જાય એટલે તેમાં ખાંડ અને સીંગદાનાનો ભૂકો અને જરૂર પ્રમાણે લીંબુ નાખી બરાબર હલાવી લો. ત્યારબાદ બરાબર ચડી જાય એટલે કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો.

0 comments:

Post a Comment